Powered By Blogger

Wednesday, August 17, 2011



Our: Tata Indica Vista : AURA ABS: After Glow
વેદના, પીડા, દર્દ, શૂળ, સંઘર્ષ, દરેક નો અંત હોય છે સર્જન અથવા વિસર્જન. આત્મિક સંબંધો જરૂરી નથી કે લોહી ના સંબંધો હોય અને લોહી ના સંબંધો ઘણી વાર લોહી લુહાણ હોય છે.  બે વત્તા બે જરૂરી નથી કે ચાર થાય; સંબંધો માં બે વત્તા બે પાંચ પણ થઇ શકે અને પાંચસો પણ થઇ શકે છે.  આપણે માનીએ કે શું કરવાનું આખરે જીવન માં? પણ કરવા જેવું ઘણું છે. માન્યું કે સવારે વેહલા ઉઠવું, દાતણ કરવું , દાઢી કરવી, ટોઇલેટ જવું, સ્નાન કરવું, તેય્યાર થવું , આપણા નાના બાળક ને તેય્યાર કરવો એને school  મોકલવો, પછી આપણે પણ તેય્યાર થઇ office જવું ફક્ત એનું નામ જ જીવન નથી. પરંતુ આ પ્રવૃત્તિઓ આપણા જીવન માં એક લય પેદા કરે છે,જે જરૂરી છે.પ્રત્યેક પળે જીવન આપણી સામે નવા દરવાજા ઉઘાડે છે. માણ્યું એનું જતન કરવું  એ પણ એક લાહવો છે. પ્રાર્થના કરવી, કરી શકવી એ પણ બહુ મોટી વાત છે. ઘણી વાર આપણને ખબર હોય છે કે અમુક રસ્તો જ્યાં જાય છે તે આપણી મંઝીલ નથી છતાં પણ પગ ઉપડી જાય છે એ તરફ અને અમુક વાર આપણે ચોક્કસ પણે જાણતા  હોઈએ છીએ કે જ્યાં જવાનું છે એ રસ્તા પર આવી ને ઉભા છીએ તોપણ પગ ઉપાડતા નથી. ભાવી ભુલાવે ભાન ત્યાં બુદ્ધિ બિચારી શું કરે? ઈશ્વર ખરેખર એટલો શક્તિશાળી છે; કે એની મરજી વગર તો આપણે આસ્તિક પણ નથી બની શકતા.         .